Jambusar:લીમજ રોડ પર ગમખ્વાર અકસ્માત, વાનની ટક્કરે હાઈસ્કૂલના ક્લાર્કનું કરૂણ મોત

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

જંબુસર-લીમજ રોડ પર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું કરૂણ મોત નીપજ્યું છે. ફોર-વ્હીલ વાનની ટક્કર લાગવાથી જંબુસરની જાણીતી હાઈસ્કૂલના ક્લાર્કનું મૃત્યુ થતાં સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

લીમજ રોડ ઉપર અકસ્માતમાં 1નું મોત

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક વ્યક્તિની ઓળખ વિઠ્ઠલભાઈ સામરભાઈ રાઠોડ તરીકે થઈ છે, જેઓ જંબુસરની એચ.એસ. શાહ હાઈસ્કૂલમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા. વિઠ્ઠલભાઈ રાઠોડ જંબુસર-લીમજ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા એક ફોર-વ્હીલ વાનના ચાલકે તેમને અડફેટે લીધા હતા.આ ગંભીર અકસ્માતમાં વિઠ્ઠલભાઈ રાઠોડને માથામાં ગંભીર ઈજા થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

પોલીસે તપાસ હાથ ધરી

અકસ્માતની જાણ થતાં જ જંબુસર પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતક વિઠ્ઠલભાઈ રાઠોડના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ (પીએમ) અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જંબુસર પોલીસે વાનચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર વાનચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *