જામનગર શહેરના દિગ્જામ સર્કલ નજીક લૂંટનો બનાવ બન્યો હોવાનો આક્ષેપ કરાતા પોલીસ તંત્રની કામગિરી સામે સવાલો ઉભા થયા છે.
કાર ચાલક બિરજુ કનખરાએ વીડિયો બનાવીને આરોપ લગાવ્યો
આ અંગે કાર ચાલક બિરજુ કનખરાએ વીડિયો બનાવીને આરોપ લગાવ્યો હતો કે ગત 2જી તારીખે આ લૂંટની ઘટના બની હતી. ઘટનામાં 8 થી 10 જેટલા શખ્સો રસ્તા પર ઉભા હતા, જેમને ત્રણ લોકોએ કાર અટકાવી છરી બતાવી હતી.
કારચાલકને ધમકાવીને પાકીટ અને રોકડ રકમ લૂંટી લેવામાં આવી
આ શખ્સો દ્વારા કારચાલકને ધમકાવીને પાકીટ અને રોકડ રકમ લૂંટી લેવામાં આવી હતી. અન્ય એક વ્યક્તિ સાથે પણ છરીના આડે લૂંટની ઘટના સર્જાઈ હોવાનું આક્ષેપ છે.
કડક કાર્યવાહી કરવા માટે અનુરોધ કર્યો
કારચાલક બિરજુ કનખરાએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી પોલીસમાં રજૂઆત કરી છે. તેમણે તંત્રને આ બનાવને લઈને કડક કાર્યવાહી કરવા માટે અનુરોધ કર્યો છે.
