Jamnagar: હાઈવે પર અસામાજિક તત્વોનો આતંક, યુવાનને જાહેરમાં ધોકા વડે ફટકારતો વીડિયો વાયરલ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

જામનગર શહેરમાં અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર રહ્યો ન હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. જામનગર-રાજકોટ હાઈવે પર ત્રણ શખ્સોએ એક યુવાનને આંતરીને લાકડાના ધોકા વડે બેરહેમીથી માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.

જામનગરમાં અસામાજિક તત્વો બેફામ

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ત્રણ શખ્સો એક યુવાનને ઘેરી વળ્યા છે અને લાકડાના ધોકાથી તેની પર આડેધડ પ્રહાર કરી રહ્યા છે. હાઈવે પર જાહેરમાં બની રહેલી આ ઘટનાને જોઈને પસાર થતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. જોકે, હુમલાખોરો એટલા બેફામ હતા કે જાહેરમાં જ આતંક મચાવી રહ્યા હતા. હજુ સુધી આ હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો છે તેનું કોઈ સ્પષ્ટ તારણ સામે આવ્યું નથી.

પોલીસ તપાસ તેજ

આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ જામનગર પોલીસે તેની ગંભીરતાથી નોંધ લીધી છે. પોલીસે વીડિયોના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. આ હુમલા પાછળ અંગત અદાવત છે કે અન્ય કોઈ કારણ, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Surat: 12 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર 17 વર્ષીય કિશોરને 20 વર્ષની સજા અને 11 લાખનો દંડ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *