JITO અમદાવાદ લેડીઝ વિંગે ‘ટી ટોક્સ’ શો યોજ્યો:ટી-કલ્ચર, હેલ્થ અને લાઈફસ્ટાઈલ પર વિસ્તૃત ચર્ચા કરાઈ

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

JITO અમદાવાદ લેડીઝ વિંગ દ્વારા તાજેતરમાં ‘ટી ટોક્સ ટ્રાયમ્ફ્સ’ નામનો એક વિશેષ ટોક શૉ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ટી-કલ્ચર, હેલ્થ અને લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આયોજન શક્ષમ સ્કીલ ડેવલપમેન્ટ વિભાગ અંતર્ગત કરાયું હતું. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સેવન સ્પ્રિંગના ફાઉન્ડર સેજલ પ્રવીણ પુરોહિત દ્વારા સંચાલિત સેશન હતું. તેમણે ચાની રચના, તેની વિવિધ પ્રક્રિયાઓ અને શરીર પર થતા સકારાત્મક પ્રભાવો વિશે વિગતવાર માહિતી આપી. તેમણે સમજાવ્યું કે ચા કેવી રીતે માત્ર એક પીણું નહીં, પરંતુ માઈન્ડફુલ ઇન્ડલ્જન્સ બની શકે છે. આ સેશનમાં મહિલાઓના સ્વાસ્થ્ય અનુસાર કઈ ચા અનુકૂળ છે, તે દિવસમાં કેટલી વાર લેવી જોઈએ, તેમજ ચાને લઈને મહિલાઓના હેલ્થ, વેલનેસ અને લાઈફસ્ટાઈલ વિશે જાગૃત કરવા અને એકબીજા પાસેથી શીખવા માટે એક મંચ પૂરો પાડવાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. સભ્યોની ઉત્સાહભરી હાજરીથી કાર્યક્રમને વિશેષ સફળતા મળી હતી. આયોજક ટીમમાં JITO અમદાવાદ લેડીઝ વિંગના ચેરપર્સન અનુજા શાહ, ચીફ સેક્રેટરી અમી હપાણી અને શક્ષમ કન્વીનર એકતા જૈનનો સહયોગ રહ્યો હતો. JITO અમદાવાદ ચેપ્ટરના ચેરમેન રાજીવ છાજેર અને ચીફ સેક્રેટરી ડૉ. જૈનિક વકિલ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. અનુજા શાહે જણાવ્યું કે, “આવી પહેલ મહિલાઓને સ્વ-સંભાળ, સ્વાસ્થ્ય અને સકારાત્મક જીવનશૈલીની સમજણ મજબૂત બનાવે છે. આવા સેશન તેમની વ્યક્તિગત અને વ્યાવસાયિક જિંદગી બંનેમાં સશક્તિકરણનો પાયો બને છે.” આ ઉપરાંત, JPoint ના ચેરમેન નિતિન જૈન દ્વારા ડાયસન અને ગ્રોહેર જેવી બ્રાન્ડ્સ સાથે અનેક બલ્ક ડીલ્સનું આયોજન કરાયું હતું, જેથી સભ્યોને વિશેષ લાભ મળી શકે. કાર્યક્રમમાં કુલ 11 લકી ડ્રૉ ગિફ્ટ્સ પણ રાખવામાં આવી હતી, જેને લઈને સભ્યોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સેશન બાદ હાજર સભ્યોએ ડિનર દરમિયાન પરસ્પર સંવાદ, નેટવર્કિંગ અને ફૂડ કલ્ચરની મજા માણી હતી. આ કાર્યક્રમ રાજકૃપા, એલજે કોલેજ રોડ, મકરબા ખાતે યોજવામાં આવ્યો હતો.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *