Junagadh : કેશોદમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, વીડિયો વાયરલ થતાં ચકચાર

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

જુનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીની ઘટના સામે આવી છે. શહેરની એલ.કે.હાઇસ્કૂલ નજીક આ હિંસક બનાવ બન્યો હતો, જેના પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છહતો

ઉગ્ર વાદ વિવાદમાં ઊતરી રસ્તા પર જ બાખડી પડ્યા

માહિતી અનુસાર, વિદ્યાર્થીઓ અંદરોઅંદર કોઈ બાબતે ઉગ્ર વાદ વિવાદમાં ઊતરી રસ્તા પર જ બાખડી પડ્યા હતા. ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે રાહદારીઓએ વચ્ચે પડી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો. કેટલાક સ્થાનિક લોકોએ પણ વિદ્યાર્થીઓને ઠપકો આપી પરિસ્થિતિ કાબૂમાં લીધી હોવાનું જાણવા મળ્યું છે.

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર પંથકમાં આ બનાવ ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયોમાં વિદ્યાર્થીઓ વચ્ચે ધક્કામુક્કી અને મારામારી સ્પષ્ટ જોવા મળી રહી છે.

વાયરલ વીડિયોના આધારે તપાસ

પોલીસ તંત્રએ વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે અને સંડોવાયેલા વિદ્યાર્થીઓની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. બીજી તરફ, સ્કૂલ પ્રશાસન દ્વારા પણ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ યોગ્ય પગલાં લેવાશે તેવી માહિતી આપવામાં આવી છે.

આ પણ વાંચો—–    Vadodara : પાયોનિયર કોલેજમાં માનસિક ત્રાસના કારણે વિદ્યાર્થીના આત્મહત્યા પ્રયાસથી ચકચાર, 2 પ્રોફેસર સામે નોંધાઇ પોલીસ ફરિયાદ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *