કડીની નીલકંઠ સોસાયટીમાં પીવાનું પાણી દૂષિત પાણી આવતા સોસાયટીના રહીશો પરેશાન થઈ ગયા છે. રહીશો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં દૂષિત પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સોસાયટીમાં છેલ્લા 5 મહિનાથી પીવાનું પાણી દૂષિત આવી રહ્યું છે
મહેસાણા જિલ્લાના કડી શહેરમાં આવેલી નીલકંઠ સોસાયટીમાં પીવાનું પાણી દૂષિત આવતા સોસાયટીના રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સોસાયટીમાં છેલ્લા 5 મહિનાથી પીવાનું પાણી દૂષિત આવી રહ્યું છે.
સોસાયટીના રહીશો રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે
પીવાનું પાણી દૂષિત આવતા સોસાયટીના રહીશો રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે. રહીશો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતા પરિણામ શૂન્ય આવ્યું છે.
દૂષિત પાણીની સમસ્યા સત્વરે દૂર કરવામાં આવે
તંત્ર દ્વારા દૂષિત પાણીની સમસ્યા સત્વરે દૂર કરવામાં આવે તેવી સોસાયટીના રહીશો માંગ કરી રહ્યા છે. દૂષિત પાણીથી ત્રસ્ત મહિલાઓએ એકત્ર થઇને ઉગ્ર આક્રોષ વ્યક્ત કર્યો હતો.
