Kalol: અમદાવાદ-મહેસાણા હાઈવેને ફોર લેનમાંથી 8 લેન બનાવાશે

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

અમદાવાદ મહેસાણા ટોલ રોડ હાઈવે ને 8 લેનમાં રૂપાંતરિત કરવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. અને ટૂંક સમયમાં તેની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. સરકાર દ્વારા હાલ 8 લાઈન હાઈવે માટે કન્સલ્ટન્ટ નિમવા માટેની પ્રક્રિયા શરૂ કરી છે. અને માર્ચ મહિનાના અંત સુધીમાં કઈ એજન્સી કામ પર દેખરેખ રાખશે તે નક્કી થઈ જશે

આ અંગે મળતી માહિતી અનુસાર રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ મહેસાણા ટોલ રોડ હાઈવેને ફોરલેનમાંથી 8 લાઈનમાં રૂપાંતરિત કરવાની મંજુરી આપવામાં આવી છે. રૂપિયા 2630 કરોડના ખર્ચે હયાત ફોર લેન રોડને 8 લેનનો કરવાની કામગીરી કરવામાં આવનાર છે. તે માટે સરકાર દ્વારા એકશન પ્લાન શરૂ કરી દેવામાં આવ્યો છે. 13 ફેબ્રુઆરીથી કન્સલ્ટન્ટ માટેની પ્રક્રિયા સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. અને તે માટે ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યું છે. અને માર્ચ મહિનાના અંત સુધીમાં કઈ એજન્સી કામ પર દેખરેખ રાખશે તે સ્પષ્ટ થઈ જશે આ પ્રોજેકટ માટે એક ત્રીજી પાર્ટી ને રાખવા માટે ટેન્ડર બહાર પાડયું છે. આ બહાર પાડેલ ટેન્ડરમાં જણાવ્યા અનુસાર આ કન્સલ્ટન્ટનું કામ સરકાર અને કોન્ટ્રાકટર વચ્ચે રહીને કામની કવોલીટી ચેક કરવાનું છે. રોડની કામગીરી માટે 36 મહિનાની ડેડલાઈન જાહેર કરવામાં આવી છે. સરકાર દ્વારા સ્વતંત્ર સલાહકારની નિમણુંક ત્રણ વર્ષ માટે કરવામાં આવશે જેમાંથી ત્રણ મહિના ડેવલોપમેન્ટ અને 24 મહિના કન્સ્ટ્રકશન અને 9 મહિના જાળવણીના છે. એટલે કે મુખ્ય બાંધકામને કરતા બે વર્ષ લાગશે અને વધુ એક વર્ષ બીજી કામગીરીમાં લાગશે સરકાર દ્વારા નિમણુંક પામનાર કન્સલ્ટન્ટે સરકારને જમીન સંપાદન અને યુટીલીટી જેમાં વીજળી, ગેસ લાઈન હટાવવામાં મદદરૂપ થવાનું રહેશે આ બાબતનો અર્થ એવો થાય કે આગામી સમયમાં નોટીસ આપવાની પ્રક્રીયા વેગ પકડશે તેમજ રોડ સેફાટી અને કવોલીટી માટે એક ખાસ સ્પેશિયાલિસ્ટ હશે જે કામ ચાલતું હોય ત્યારે મુસાફરોની સુરક્ષા જોશે તેમજ જમીન સંપાદન અને દબાણ મુકત જમીન મેળવવામાં મદદ કરશે તેમજ કામની પ્રગતિ માટે મોનિટરીંગ કરવાનું રહેશે જેમાં મોબાઈલ એપ તેમજ જી.આઈ.એસ. આધારિત સિસ્ટમ બનાવવામાં આવશે તેમજ કામ ચાલતું હોય ત્યારે ટ્રાફીક જામ ન થાય તે માટે કોન્ટ્રાકટરે સ્પષ્ટ ટ્રાફીક ડાયવર્ઝન પ્લાન બનાવવાનો રહેશે જેવી બાબતો સાથેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. અને આગામી સમયમાં આ કામગીરી વેગ પકડશે તેમ જણાઈ રહ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *