Kalol હાઇવે પર ખુલ્લા પ્લોટમાં ગેસ કટર વડે ટાંકીના કટીંગના કામ દરમિયાન આગ ભભૂકી ઊઠતાં દોડધામ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

કલોલ હાઇવે પર એક ખુલ્લા પ્લોટમાં ગેસ ટાંકીના કટીંગ દરમિયાન વિકરાળ આગ લાગી હતી. ભીષણ આગના કારણે સમગ્ર આકાશ કાળા ધુમાડાથી છવાઈ ગયું હતું. આગના ગોટેગોટા જોવા મળતા લોકોમાં ઉત્તેજના છવાઇ ગઇ હતી.

ગેસ કટર વડે ટાંકીના કટીંગના કામ દરમિયાન આગ ભભૂકી ઊઠી

સૂત્રોના જણાવ્યા મુજબ, ગેસ કટર વડે ટાંકીના કટીંગના કામ દરમિયાન આગ ભભૂકી ઊઠી હતી. ટાંકી કાપતા સમયે એકાએક આ ઘટના બની, જેનાથી કર્મચારીઓ અને હાજર લોકોને દોડધામ મચી ગઈ હતી.

 દુર સુધી આગના ગોટેગોટા જોવા મળ્યા

આ આગના કારણે આસપાસના વિસ્તારોમાં ભારે ધુમાડો છવાયો હતો દુર દુર સુધી આગના ગોટેગોટા જોવા મળ્યા હતા

સેફટી સાધનોની ગેરહાજરી

સુત્રોના જણાવ્યા મુજબ આ સ્થળે ગેસ કટીંગ દરમિયાન કોઈ પણ સેફટી સાધનો ઉપલબ્ધ નહોતા અને સેફ્ટી સાધનો વગર જ કેસ કટીંગથી ટાંકી કાપવામાં આવી રહી હતી

ફાયર બ્રિગેડ પહોંચ્યું

આગ લાગવાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો. ભારે જહેમત પછી, આગને કાબૂમાં લેવામાં આવી હતી.

આ પણ વાંચો—-   Surat : જમીન કૌભાંડના આરોપી બિલ્ડર વિનુ માલવિયાની પોલીસની હાજરીમાં દાદાગીરી, આરોપીઓનો વરઘોડો કાઢતી પોલીસ મૂકપ્રેક્ષક


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *