Kalol News: મોટી ભોયણ પાસે રિક્ષા અને બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મોટી ભોયણ ગામ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલી એક રિક્ષાના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતા અકસ્માતની ઘટના બની હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર બંને યુવકો રોડ પર ફંગોળાયા હતા અને તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

રીક્ષા ચાલેકે બાઈકને ટક્કર મારતા સર્જાયો અકસ્માતર

મોટી ભોયણ પાસેના માર્ગ પર રિક્ષા ચાલકે પોતાની ગફલતભરી ડ્રાઈવિંગને કારણે બાઈક સવાર યુવકોને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો અને વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા. બાઈક પર સવાર બે યુવકોને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવારની જરૂર હતી. સ્થાનિક લોકો દ્વારા એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અને ઇજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ઘાયલ યુવકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

કલોલ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે, જે ચિંતાનો વિષય છે. ખાસ કરીને રિક્ષા ચાલકો દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન અને પૂરપાટ ઝડપે વાહન ચલાવવાની વૃત્તિ નિર્દોષ વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. પોલીસે આ ઘટના અંગે નોંધ કરી છે અને રિક્ષા ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત બાદ રસ્તા પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને પોલીસે હળવો કરાવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *