Limbdi: ચૂડા પંથકમાં જુગારના 3 સ્થળે દરોડા : 12 પકડાયા

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જાંબુ, ચૂડા તાલુકાના વેજળકા અને મોરવાડ ગામે રમાતા જુગાર પર પોલીસે રેડ કરી હતી. જેમાં 12 જુગારિયાઓ રોકડ, મોબાઈલ, બાઈક સહિત રૂપિયા 2,13,530ની મત્તા સાથે પકડાયા હતા. જાંબુ ગામે થયેલ દરોડામાં 8 અને મોરવાડ ગામના દરોડામાં બે જુગારિયાઓ સહિત કુલ 10 જુગારિયાઓ ફરાર થઈ ગયા હતા.

પાણશીણા પોલીસ સ્ટાફના એન. જે. જોગરાણા સહિતની ટીમે જાંબુ ગામે સમંદરશા પીરની દરગાહ પાછળ જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં પોલીસને જોઈ જુગારીયાઓમાં નાસભાગ મચી હતી. પોલીસે યુનુશ અકબરભાઈ મુસેવાલા, નીઝામ સલમાનભાઈ મુસેવાલા અને હસમુખ ભીખાભાઈ મકવાણાને રોકડા રૂપિયા 27,430, રૂપિયા 1.40 લાખના 7 બાઈક મળી કુલ રૂપિયા 1,67,430ની મત્તા સાથે પકડી પાડયા હતા. આ દરોડામાં અસલમ રહીમભાઈ બાબરીયા, મુના વરમભાઈ મુસેવાલા, હાજી આદમભાઈ દાયમા, દાઉદ અબ્રાહમભાઈ ફુલધારા, ઈસ્માઈલ ઉર્ફે પભો સલમાનભાઈ ખસાલા, મગા વશરામભાઈ ઝીંઝુવાડીયા, શરીફ શયદુભાઈ પીંજારા અને ઘનશ્યામ ઉર્ફે ભાણો કોળી ફરાર થઈ ગયા હતા. દરોડાની ફરિયાદ નોંધી ફરાર જુગારીયાઓને ઝડપી લેવા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. જયારે ચુડા તાલુકાના વેજળકા ગામે પ્રજાસત્તાક પર્વના રોજ બપોરે જુગારની બાતમીને આધારે પોલીસે રેડ કરી હતી. જેમાં સંજય વેલશીભાઈ ઝરમરીયા, હસમુખ લવજીભાઈ મીઠાપરા, સતા બચુભાઈ કાલીયા, મહેશ ઉર્ફે ભદરૂ ગુણુભાઈ સરવૈયા અને દિનેશ મથુરભાઈ ઝરવરીયા રોકડા રૂપિયા 11,600, રૂપીયા 20 હજારના 4 મોબાઈલ ફોન સહિત રૂપિયા 31,600ની મત્તા સાથે પકડાયા હતા. બીજી તરફ ચુડા તાલુકાના મોરવાડ ગામે એક સમાજના સમુહલગ્નનો પ્રસંગ હતો. જેમાં ચુડા ઈન્ચાર્જ પીઆઈ એન.એ.ડાભી સહિતનાઓ બંદોબસ્તમાં હતા.

આ સમયે સમુહ લગ્ન માટે વાહન પાર્કીંગના પ્લોટમાં વાહનો વચ્ચે અમુક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં ધ્રાંગધ્રાની ખાડીયાફળીમાં રહેતો શાહબાઝ ઉર્ફે ચીકુ સીકંદરભાઈ મંડલી, મોચીવાડમાં રહેતો રફીક રસુલભાઈ મુલતાણી, વિરમગામનો કીશન રામસીંગભાઈ સોલંકી અને યુનુશ હૈદરભાઈ ભટ્ટી બીલ્લાનો જુગાર રમતા રોકડા રૂપિયા 2500, રૂપિયા 12 હજારના 4 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 14,500ની મત્તા સાથે પકડાયા હતા. આ દરોડામાં ધ્રાંગધ્રાના રોહીત ઠાકોર, ટકો રિક્ષાવાળો અને ઈરફાન ઉર્ફે લંગો મુસાભાઈ ફરાર થઈ ગયા હતા. પોલીસે જુગારધારા મુજબ ફરિયાદ નોંધી ફરાર આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ એચસી જે. બી. વાળા ચલાવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *