Limbdi: મોટી કઠેચી ગામની પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટક્યા, ગ્રામજનો જાગી જતા દોટ મૂકી

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

લીંબડી તાલુકાના નળકાંઠાના વિસ્તારમાં મોટી કઠેચી ગામે પ્રાથમીક શાળા આવેલી છે. તા. 12મીએ મોડી રાતે અરસામાં ઈકો કાર અને 2 બાઈક લઈને અજાણ્યા શખ્સોએ શાળાની દીવાલ કુદી શાળાના તાળા તોડયા હતા. આ સમયે ગ્રામજનો જાગી જતા શાળા બહાર ટોળુ એકઠુ થતા તસ્કરો પોબારા ભણી ગયા હતા. આ અંગે શાળાના આચાર્યએ પોલીસ મથકે લેખિત અરજી કરતા તપાસ આદરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરીની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જેમાં તસ્કરો હવે રહેણાક મકાન, દુકાન ઉપરાંત ભગવાનના મંદિરો અને શિક્ષણ ધામોને પણ નિશાન બનાવે છે. ત્યારે વધુ એક શાળામાં ચોરીનો પ્રયાસ સામે આવ્યો છે. આ અંગે મળતી માહીતી મુજબ લીંબડી તાલુકાના નળકાંઠા વિસ્તારના મોટી કઠેચી ગામે આવેલ પ્રાથમીક શાળામાં તસ્કરો ત્રાટકયા હતા. તા. 12મીના રોજ રાત્રે 2થી 3 કલાકના સુમારે તસ્કરો ઈકો કાર અને 2 બાઈક લઈને આવ્યા હતા. શાળાના ગેટ બહાર વાહનો મુકી શાળાની દીવાલ કુદી શાળામાં પ્રવેશ્યા હતા. જયારે શાળાના મુખ્ય દરવાજાના તાળા તોડતા શાળા નજીક રહેતા રહેવાસીઓ જાગી ગયા હતા. અને ગામના આગેવાનોને ફોન કરતા તુરંત ગ્રામજનો શાળા બહાર એકઠા થતા તસ્કરો પોબારા ભણી ગયા હતા. શાળામાં હાલ કોમ્પ્યુટર લેબમાં 15 કોમ્પ્યુટર સીસ્ટમનો સેટ પડેલો છે. આથી ફરીવાર આવી ઘટના ન બને તે માટે પુરતી તપાસ અને યોગ્ય કાર્યવાહીની માંગ સાથે શાળાના આચાર્યે પાણશીણા પોલીસ મથકે લેખીત અરજી કરી હતી. આ અંગે ગામના સામાજીક આગેવાન ખલીલભાઈ સમાએ જણાવ્યુ કે, મોટી કઠેચીમાં અગાઉ પણ થયેલ ચોરીની વારદાતોમાં તસ્કરો હજુ સુધી ઝડપાયા નથી. ત્યારે પોલીસ આ બાબતે પુરતી તપાસ કરે માંગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *