Lunawada: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર સામે જનઆક્રોશ, મોહમ્મદ યુનુસનું પૂતળા દહન

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમાજ પર થઈ રહેલા હિંસક હુમલા અને અત્યાચારોના પડઘા હવે ગુજરાતના લુણાવાડા નગરમાં પણ જોવા મળ્યા છે. બાંગ્લાદેશમાં હિન્દુ યુવકને જીવતો સળગાવી દેવાની અમાનવીય ઘટનાના વિરોધમાં લુણાવાડાના હિન્દુ સંગઠનો અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રસ્તા પર ઉતરી ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

લુણાવાડામાં મોહમ્મદ યુનુસનું પૂતળા દહન

લુણાવાડાના મુખ્ય એવા લુણેશ્વર ચાર રસ્તા પાસે મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો અને કાર્યકરો એકઠા થયા હતા. અહીં બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને રોષે ભરાયેલા લોકોએ તેમનું પૂતળા દહન કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારથી વિરોધ

વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય સંગઠનોએ આક્ષેપ કર્યો હતો કે બાંગ્લાદેશમાં હિન્દુઓની સંપત્તિ, મંદિરો અને તેમના જીવ પર જોખમ ઊભું થયું છે. ખાસ કરીને યુવકને જીવતો સળગાવવાની ઘટનાએ સમગ્ર હિન્દુ સમાજમાં ભારે રોષ જગાડ્યો છે. 

આ પણ વાંચો:15 વર્ષથી ફરાર 10 હજારનો ઇનામી હત્યારો તમિલનાડુથી ઝડપાયો, PCB પોલીસને મળી મોટી સફળતા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *