Mahisagarના બાલાસિનોરમાં શાળાના બાળકો વચ્ચે ઝઘડો થતાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને મારી છરી, વાલીઓમાં ભયનો માહોલ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને એક અત્યંત ગંભીર અને ચિંતાજનક ઘટના સામે આવી છે. અહીં શાળા છૂટ્યા બાદ ધોરણ 8માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર છરીથી હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો હતો. આ ઘટના બાલાસિનોર નગરના તળાવ દરવાજા પાસે બની હતી. શાળા છૂટ્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો.

બાલાસિનોર નગરના તળાવ દરવાજા પાસેની ઘટના

આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યો હતો. છરીના ઘા વાગતા વિદ્યાર્થીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તાત્કાલિક આસપાસના લોકો દ્વારા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના અંગે બાલાસિનોર ટાઉન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો.

બાલાસિનોર ટાઉન પોલીસે કેસની તપાસ શરૂ કરી

પોલીસે ઈજાગ્રસ્ત વિદ્યાર્થી અને અન્ય સાક્ષીઓના નિવેદનોના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. આ પ્રકારની ઘટનાઓ બાળકોના શિક્ષણ અને સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કરે છે. શાળાની બહાર પણ બાળકો સુરક્ષિત નથી તે વાલીઓ માટે મોટી ચિંતાનો વિષય બન્યો છે. સ્થાનિક લોકો અને વાલીઓ દ્વારા માંગણી કરવામાં આવી હતી કે પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *