Mehsana News: કડીના ધનાલી ગામમાં મહાદેવના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા, સાઉન્ડ સિસ્ટમ અને પંખા સહિતની ચોરી કરી

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

મહેસાણા જિલ્લામાં ચોર ટોળકી સક્રિય થઈ ગઈ છે. ઘરફોડ અને લૂંટના બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે જિલ્લાના કડીના ધનાલી ગામમાં એક મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. મહાદેવના મંદિરમાં મોડી રાત્રે તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. ચોરી કરતાં બે તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતાં. નંદાસણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મહેસાણાના કડીમાં ધનાલી ગામે મંદિરમાં ચોરી

મહેસાણાના કડીમાં ધનાલી ગામમાં મહાદેવના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતાં. હનુમાનજીના મંદિરના કમ્પાઉન્ડમાં સ્થિત મહાદેવના મંદિરમાં ચોરી કરી હતી. મંદિરની જાળીનું તાળુ તોડીને તસ્કરો અંદર પ્રવેશ્યા હતાં. તસ્કરોએ મંદિરમાંથી સાઉન્ડ સિસ્ટમ, ડીવીઆર, પાણીની મોટરો અને પંખા મળીને કૂલ 60 હજાર રૂપિયાની ચોરી કરી હતી. રાત્રે 2.15થી 3.45 વાગ્યા દરમિયાન બે શખ્સો ચોરી કરતાં સીસીટીવીમાં કેદ થયા હતાં. મંદિરના પૂજારી ભગતગીરી ગોસ્વામીએ નંદાસણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ પણ વાંચોઃ Bhuj News : ભુજ પાલિકાનો પાણીનો ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં, ભુજ વાસીઓને ફિલ્ટર કર્યા વગરનું પાણી વિતરણ કરાય છે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *