No હેલમેટ, No મોટરસાઈકલ એન્ટ્રીના બોર્ડ શોભાના ગાંઠિયા સમાન:સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફના કર્મચારીઓ હેલ્મેટ વગર કરે છે પ્રવેશ, સિક્યુરિટી તૈનાત પણ હેલ્મેટની ફરજ પાડનાર કોઈ નહીં

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

સેવન્થ ડે સ્કૂલમાં No Helmet, No Motercycle/Scooter Entryના બોર્ડ તો લગાવવામાં આવ્યા છે. પરંતુ આ બોર્ડ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. વિદ્યાર્થી નયનની હત્યા બાદ સ્કૂલની વધુ એક બેદરકારી સામે આવી છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સ્કૂલ બહાર No Helmet, No Motercycle/Scooter Entryના બોર્ડ તો લગાવાયા છે. પરંતુ તેનું નહતો હોઈ પાલન કરી રહ્યું નહતો કોઈ પાલન કરાવતું જોવા જોવા મળી રહ્યું છે. નિયમોનું પાલન કરાવનાર કોઈ ના હોવાથી વિદ્યાર્થીઓ તો ઠીક સ્કૂલના કર્મચારીઓ પણ હેલ્મેટ વગર કેમ્પસમાં પ્રવેશ કરતા જોવા મળ્યા હતા. હેલ્મેટ નિયમ કાગળ પર?
સુરક્ષા અને સલામતી માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. થોડા સમય પહેલા સરકારી કચેરી, શાળા અને કોલેજોમાં આવતા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરે તેવો આદેશ કરવામાં આવ્યો હતો. જે બાદ કચેરીઓમાં, શાળા કે કોલેજોમાં હેલ્મેટ વગર આવતા લોકોને પ્રવેશ આપવામાં ના આવે તેવી સૂચના આપવામાં આવી હતી. પરંતુ આદેશ થાય તેના થોડા દિવસ જ નિયમોનું પાલન થતું હોય છે. જ્યાં સુધી ડ્રાઈવ ચાલે ત્યાં સુધી જ નિયમોનું પાલન કરવામાં આવતું હોય છે, જેવી ડ્રાઈવ પૂરી થઈ જાય તે બાદ નિયમો કાગળ પર રહી જતા હોય છે. No Helmet, No Motorcycle Entryના બોર્ડ શોભાના ગાંઠિયા સમાન
સેવન્થ ડે સ્કૂલના ગેટ પર જ એક બોર્ડ લગાવેલું છે. જેના પર લખેલું છે No Helmet, No Motercycle/Scooter Entry. પરંતુ આ બોર્ડ માત્ર દેખાવ પૂરતું જ સારું લાગી રહ્યું છે. બોર્ડ જોઈને લાગે કે સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરતા હશે. હેલ્મેટ ન પહેરીને આવનાર લોકોને ગેટની બજાર જ રોકી દેવામાં આવતા હશે. પરંતુ શાળાનો સમય શરૂ થતા એક બાદ એક વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્કૂલના કર્મચારીઓ આવવા લાગ્યા હતા. જેવી શાળા શરૂ થઈ ત્યારે સમગ્ર હકીકત સામે આવી હતી. મોટા ભાગના લોકોએ હેલ્ટમેટ પહેર્યું નહતું
સ્કૂલમાં ગેટ પર No Helmet, No Motercycle/Scooter Entry બોર્ડ પાસેથી જ ગેટમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્કૂલના કર્મચારીઓ ગેટમાં પ્રવેશ કરતા જોવા મળ્યા હતા. જેમાં મોટા ભાગના લોકોએ હેલ્ટમેટ પહેર્યું નહતું. છતાં પણ તેમણે ગેટની અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો. સ્કૂલ ગેટ પર જ્યાં બોર્ડ લગાવ્યું છે ત્યાં જ સિક્યુરિટી ગાર્ડના જવાનોની ફૌઝ જોવા મળી હતી. પરંતુ કોઈએ પણ એક વિદ્યાર્થી, શિક્ષક કે સ્કૂલના કર્મચારીઓ પાસે હેલ્મેટના નિયમોનું પાલન કરવાની કોઈએ પણ તસ્દી લીધી નહતી. નિયમોનું પાલન કરાવનાર જ કોઈ નથી?
હેલ્મેટ વગર આવતા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્કૂલના કર્મચારીઓને ગેટ પર જ રોકનાર કોઈ નહતું. જેથી હેલ્મેટ પહેરવામાં લોકો આળસ રાખતા જોવા મળ્યા હતા. જો નિયમોનું પાલન કરાવનાર જ કોઈ નથી કે જે હેલ્મેટ પહેર્યા વગર આવતા લોકોને રોકી તેમને કેમ્પસમાં પ્રવેશ ન આપે. તો પછી No Helmet, No Motercycle/Scooter Entryનું લગાવવાનો શું ફાયદો તે સૌથી મોટો સવાલ છે. કારણ કે નિયમ બનાવ્યો છે તેનું પાલન દરરોજ થવું પણ એટલું જ જરૂરી છે. એમાં પણ સુરક્ષા અને સલામતી વાત હોય એમાં આ પ્રકારની ઉદાસીનતા રાખવી કેટલી યોગ્ય છે તેને લઈને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *