Patan: હારીજનો રાવળ પરિવાર ઉત્તરાખંડમાં ફસાયો, ગાડીચાલકનો સંપર્ક થતા પરિવાર સુરક્ષિત હોવાની જાણ થઈ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

પાટણના હારીજનો રાવળ પરિવાર ઉત્તરાખંડમાં ફસાયો છે. એક જ પરિવારના 10 સભ્યો અને અન્ય 2 લોકો ફસાયા છે. 1 ઓગસ્ટે મહેસાણાથી ચારધામની યાત્રાએ નીકળ્યા હતા. ઉત્તરાખંડમાં વાદળ ફાટતા એક દિવસ માટે પરિવારનો સંપર્ક તૂટ્યો હતો. ઋષિકેશ બાદમાં યમનોત્રી અને ત્યાંથી ગંગોત્રી આવ્યા હતા. પરિવારનો મોબાઇલ પર સંપર્ક થઇ શક્યો ન હતો, ગાડીચાલકનો સંપર્ક થતા પરિવાર સુરક્ષિત હોવાની જાણ થઈ છે.

 હારીજનો રાવળ પરિવાર ઉત્તરાખંડમાં ફસાયો 

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટવાની દુર્ઘટના સામે આવી છે. આહીં ઘણા પ્રવાસીઓ ફસાયા હોવાની પણ વિગતો સામે આવી છે. આ ઘટનામાં ઘણા લોકો લાપતા થયા છે. પર્વતો પરથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી આવતા ઘણા ઘરોના નાશ થયો છે. અહીં એક ગુજરાતી પરિવાર ફસાયો હોવાની વિગતો પણ સામે આવી છે.

 ગાડી ચાલક સાથે સંપર્ક થતા પરિવાર સુરક્ષિત હોવાની જાણ 

હારીજનો રાવળ પરિવાર ઉત્તરાખંડ સુરક્ષિત છે. એક જ પરિવાર ના 10 સભ્યો અને અન્ય 2 લોકો 1 ઓગસ્ટે મહેસાણા થી ટ્રેન મારફતે ચારઘામની યાત્રાએ નીકળ્યા હતા. પરિવારના તમામ સભ્યો પ્રથમ ઋષિકેશ બાદમાં યમનોત્રી અને ત્યાંથી ગગોત્રી આવ્યા હતા. ઉત્તરાખંડમાં વાદળ ફાટતા એક દિવસ માટે પરિવારનો સંપર્ક તૂટ્યો હતો. ઋષિકેશથી પરિવારે બે ગાડી ભાડે કરી હતી. સંપર્ક તૂટતાં પરિવારે તપાસ હાથ ઘરી હતી. જ્યાં ગાડી ચાલક સાથે સંપર્ક થતા પરિવાર સુરક્ષિત હોવાની જાણ કરાઈ છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *