ગુજરાત યુનિવર્સિટી દ્વારા તમામ પી.જી. કોર્સ ચલાવતા કેન્દ્રોને પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા સૂચના આપવામાં આવી છે. ચાલુ વર્ષના અનુસ્નાતક રજીસ્ટ્રેશનના ફોર્મ 4 ડિસેમ્બર સુધીમાં નિયત ફી સાથે મોકલવા સૂચના અપાઈ છે. તો પોસ્ટ ગ્રેજ્યુએટના રજીસ્ટ્રેશન માટે 350 રૂપિયા વિદ્યાર્થી દીઠ ફી લેવાની રહેશે. જો નિયત સમયમાં ઓનલાઈન એન્ટ્રી નહીં થાય તો તેની જવાબદારી સંસ્થાની ગણાશે તેવો પણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. ઓફલાઈન રજીસ્ટ્રેશન આ વર્ષે બંધ કરીને ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. જેથી રજીસ્ટ્રેશન અરજીમાં કોઈ ભૂલ ના થાય તેનું ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે. જો અરજીમાં કોઈ ભૂલ થશે તો દંડનીય કરવાહી પણ થઈ શકે છે. તેમજ અન્ય યુનિવર્સિટીમાંથી આવેલા વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટીનું એલિજિબિલિટી સર્ટિફિકેટ મેળવી તેનો નંબર અને નકલ રજીસ્ટ્રેશન ફોર્મમાં જોડવી પડશે. જો એલિજિબિલિટી સર્ટિફિકેટ નહીં લીધું હોય તો રજીસ્ટ્રેશન રદ થઈ શકે છે. વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન અરજીમાં જે વિષય ભર્યા હોય તે વિષય શીખવવાની યુનિવર્સિટી દ્વારા મંજૂરી મળી હોય તે જ ભર્યા છે કે નહીં તે ચેક કરવા પણ કોલેજોને સૂચના આપવામાં આવી છે. જે વિદ્યાર્થીઓનું ઓનલાઈન રજિસ્ટ્રેશન થયું નહીં હોય તેવા વિદ્યાર્થીઓની હાજરી તેમજ સેમેસ્ટર માન્ય નહીં ગણાય. તેમજ તેવા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. એન્ટ્રી નહીં કરનારના રજીસ્ટ્રેશન નંબર નહીં નહીં મળે તો તેની જવાબદારી જે તે સંસ્થાની રહેશે.
PG કોર્સ ચલાવતા કેન્દ્રોએ વિદ્યાર્થીઓનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે:4 ડિસેમ્બર સુધી નિયત ફી સાથે મોકલવા સૂચના, ઓનલાઈન એન્ટ્રી ન થાય તો તેની જવાબદારી સંસ્થાની ગણાશે
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
