
India US Trade Deal Delay: ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી અટકી પડેલી ‘ટ્રેડ ડીલ’ પાછળ કોઈ નીતિગત કારણ નહીં, પરંતુ અંગત અહમ જવાબદાર હોવાનો મોટો ખુલાસો થયો છે. અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લટનિકે દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સીધો ફોન ન કર્યો, જેના કારણે આ મહત્ત્વની ડીલ ફાઇનલ થઈ શકી નથી.
ટ્રમ્પનો ઇગો હર્ટ થયો એટલે અટકી ટ્રેડ ડીલ
અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લટનિકે ભારત-અમેરિકા ટ્રેડ ડીલને લઈને એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, બંને દેશો વચ્ચે લાંબા સમયથી આ વ્યાપાર સમજૂતી એટલે અટકેલી છે કારણ કે પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત નહોતી કરી.
