
PM Modi in Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર તેમના ગૃહ રાજ્ય ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. 10 થી 12 જાન્યુઆરી દરમિયાનના આ પ્રવાસમાં તેઓ સોમનાથ, રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગરમાં ધાર્મિક, સાંસ્કૃતિક, ઔદ્યોગિક અને આંતરરાષ્ટ્રીય સ્તરના અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લેશે.
10 જાન્યુઆરી: સોમનાથમાં આધ્યાત્મિક સાંજ
વડાપ્રધાન 10 જાન્યુઆરીની સાંજે સોમનાથ પહોંચશે. અહીં તેઓ સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરશે.
