
Supreme Court News : સુપ્રીમ કોર્ટે બાળકોના શારીરિક શોષણથી બચાવવા માટે બનાવાયેલા POCSO અધિનિયમના વધતા દુરૂપયોગ અંગે ગંભીર ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે, આ કાયદો બાળકોની સુરક્ષા માટે એક પવિત્ર અને સારા ઇરાદાનું પ્રતિક છે. જોકે અનેક કિસ્સામાં તેનો હથિયાર તરીકે ઉપયોગ થાય છે. કોર્ટે કહ્યું કે, આ કાયદાને ખાસ કરીને તેવા કિસ્સામાં ખૂબ જ દુરુપયોગ થઇ રહ્યો છે જ્યાં કિશોરો (ટિનેજર્સ) વચ્ચે સંમતિથી સંબંધો બંધાયા હોય. પરંતુ પરિવારનો વિરોધ હોય. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ સમસ્યા અંગે ગંભીરતાથી વિચાર કરવા માટે જણાવ્યું છે.
