પોરબંદર જિલ્લાના રાતીયા ગામમાં તારીખ ૧૨.૦૨.૨૦૨૬ ના રોજ કૃષિ વિષય નિષ્ણાંતો દ્વારા વિવિધ ખેડૂતોના ખેતરોની મુલાકાત લેવામાં આવી હતી. આ નિરીક્ષણ દરમિયાન જાણવા પડ્યું હતું કે ઘઉંની ‘લોક-૧’ જાતમાં પાનના ગેરુના રોગનો વધુ માત્રામાં ઉપદ્રવ જોવા મળ્યો છે. આ રોગના ફેલાવાને રોકવા અને પાકને બચાવવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તથા કૃષિ મહાવિદ્યાલય, ખાપટ-પોરબંદર દ્વારા ખેડૂતો માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
ખેડૂતો માટે ખાસ માર્ગદર્શિકા જાહેર
આ યાદીમાં જણાવ્યા અનુસાર, પાનના ગેરુના અસરકારક નિયંત્રણ માટે ખેડૂતોએ પ્રોપીકોનાઝોલ ૨૫% ઈ.સી. દવા ૧ મિ.લી. પ્રતિ એક લિટર પાણીમાં મિશ્ર કરી તેનો વ્યવસ્થિત છંટકાવ કરવો જોઈએ. વધુમાં, જો ખેતરમાં રોગની તીવ્રતા વધુ જણાય તો પ્રથમ છંટકાવના ૧૫ દિવસ બાદ બીજો છંટકાવ કરવાની સલાહ પણ નિષ્ણાંતો દ્વારા આપવામાં આવી છે, જેથી ઉત્પાદનમાં થતું નુકસાન અટકાવી શકાય.
