
RSS Chief Mohan Bhagwat Statement: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, ‘સંઘમાં સર્વોચ્ચ પદ માટેની પસંદગી જાતિના આધારે નહીં, પરંતુ માત્ર હિન્દુ હોવાના આધારે કરવામાં આવે છે. આ નિવેદન દ્વારા તેમણે જાતિવાદની વ્યૂહનીતિથી ઉપર ઉઠીને સંગઠનની વિચારધારાને સ્પષ્ટ કરી છે.’
જાતિવાદ નહીં, માત્ર હિન્દુત્વ લાયકાત
મુંબઈમાં આયોજિત કાર્યક્રમમાં સંબોધન કરતા મોહન ભાગવતે જણાવ્યું હતું કે, ‘આરએસએસ વડા કોઈપણ જાતિમાંથી હોઈ શકે છે.
