Sanand: મટોડા ગામેથી નશાકારક કફસિરપની 2,520 બોટલ સાથે બે પકડાયા, ત્રણ વોન્ટેડ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

અમદાવાદ જિલ્લામાં ચાંગોદર પોલીસ દ્વારા મટોડા ગામમાં વોચ ગોઠવીને એક ઇનોવા કારમાં કફ્ સિરપની હેરાફેરી કરતા બે ઈસમોને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

વધુમાં પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદ જિલ્લાના સાંણદ તાલુકાના મટોડા ગામે અમદાવાદ શહેરમાંથી કફ્સીરપનો જથ્થો વેચાણ અર્થે આવવાનો હોવાની ચાંગોદર પોલીસના પ્રદીપસિંહને બાતમી મળતા ચાંગોદર પીઆઈ એસ. એન. સવસેટા દ્વારા પ્રદીપસિંહ, સરદારસિંહ, દિલીપસિંહ, વિષ્ણુભાઈ સહિત ટીમ બનાવી હાઇવેથી મટોડા તરફ્ આવવાના રસ્તાઓ પર વોચ ગોઠવી દેવામાં આવી હતી. તે દરમ્યાન ઇનોવા કાર ત્યાંથી પસાર થતા પોલીસે તેનો પીછો કરી મટોડા ગામે અટકાવી હતી. પોલીસે દ્વારા કારમાં સવાર બે ઇસમો નીચે ઉતારી નામ પૂછતા તેમણે પ્રદીપ પ્રમોદભાઈ કાનોજીયા રહે. નરોડા અને રાકેશ બુધાલાલ ગજેરા રહે. નિકોલ ગામ હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારની તલાશી લેતા કારમાંથી 18 બોક્સ 2520 નંગ કોડીન યુક્ત કફ્ સીરપની બોટલો મળી આવી હતી. પૂછપરછ દરમ્યાન ઝડપાયેલા બંને આરોપીઓએ મટોડા ગામના સીજલો રસિકભાઈ ચુનારા અને ટીનો ઉર્ફે રાજેશ ચુનારા હોવાની જાણકારી આપતા પોલીસે બંને ઇસમ અને કફ્ સીરપનો જથ્થો જ્યાંથી લાવ્યા હતા તે ક્લેરિયોર ટ્રેડિંગની દુકાન ધરાવતા જશબીર શેખને વોન્ટેડ જાહેર કર્યા હતા. વધુ તપાસમાં જાણવા મળ્યું કે ઝડપાયેલામાંથી એક ઇસમ પ્રદીપ કાનોજીયા બાવળા એનડીપીએસના ગુનામાં વોન્ટેડ હોવાની જાણકારી મળી હતી.પોલીસે ઝડપાયેલા બંને ઈસમ અને વોન્ટેડ ત્રણે ઇસમ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી કુલ 8,16,500નો મુદ્દામાલ કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *