Sanand: મિની ટ્રકની ગુલાંટ, શરાબની રેલમછેલથી લોકો ઊમટયા

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

સાણંદ-કડી રોડ પર મંગળવારે સવારે કડી થી સાણંદ તરફ આવી રહેલ હતી જેમાં ડ્રાઈવરે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા અચાનક જ મીની ટ્રક પલટી મારી ગઈ હતી.

જેમાં દારૂ ભરેલ હોઈ રોડ પર દારૂની બોટલોનો ખડકલો થયો હતો. જેને જોવા લોકોનાં ટોળે ટોળા ઉમટયા હતા અને રોડ પર ટ્રાફીક જામનાં દૃશ્યો સર્જાયા હતા. આખરે પોલીસે આવીને ટ્રક કબજો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની વિગત એવી છે કે તા.23-12-2025ને મંગળવારે સવારે લગભગ 6 વાગ્યાના સુમારે સાણંદનાં કડી રોડ પર આવેલ બ્રીજ પાસે મીની ટ્રક નં.આર.જે.24 જી.એ. 6182 પસાર થઈ રહી હતી ત્યારે તેનાં ચાલકે ટ્રક પરનો કાબુ ગુમાવતા અચાનક ટ્રક પલટી મારી ગઈ હતી. ટ્રકમાં દારૂ ભરેલો હોઈ પલટી મારતાની સાથે જ રોડ પર દારૂની બોટલોની રેલમછેલ થઈ હતી. જેનો ચાલક ટ્રકને જે-તે હાલતમાં મુકી ફરાર થઈ ગયો. આ ટ્રેકને જોવા આસપાસનાં ગામોમાંથી લોકોનાં ટોળા ધસી આવ્યા હતા. બનાવને કારણે રોડ પર ટ્રાફીકજામ નાં દૃશ્યો સર્જાયા હતા. બનાવની જાણ સાણંદ પોલીસને થતાં પોલીસે તુરંત જ પોલીસે આવીને ટ્રકનો કબજો લીધો હતો અને લોકોને ખસેડીને ટ્રાફીક સંચાલન કર્યું હતું અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવે ગુજરાતમાં ચાલી રહેલ દારૂબંધી અને હાલમાં 31મી ડીસેમ્બર નજીક હોવાથી પોલીસ દ્વારા કરવામાં આવતા સઘન ચેંકીંગ બંન્નેની પોલ ખોલી હતી. ટ્રક રાજસ્થાન પાસીંગની હોઈ રાજસ્થાનથી ગુજરાત તા. 31મી ડીસેમ્બર માટે દારૂ ઘુસાડવાના મોટા ષડયંત્ર હોવું જોઈએ એવી લોકચર્ચાએ સમગ્ર સાણંદમાં જોર પકડયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *