
મુંબઈ : ભારતીય શેર બજારોમાં સેન્સેક્સ, નિફટી બેઝડ ડિસેમ્બરમાં પોઝિટીવ ટોને વિક્રમી સપાટી જોવાયા છતાં સ્મોલ, મિડ કેપ, સાઈડ માર્કેટના શેરોમાં રોકાણ પર રોકાણકારોને નેગેટીવ વળતર મળતાં ઘણા મ્યુચ્યુઅલ ફંડોની સ્કિમોની એનએવીમાં પણ ઘટાડાની અસર મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ પ્રવાહ પર થઈ છે. ડિસેમ્બર ૨૦૨૫ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડોમાં ઈક્વિટી ફંડોમાં રોકાણ પ્રવાહ ૬ ટકા ઘટીને રૂ.૨૮,૦૫૪ કરોડનોંધાયો છે. જે નવેમ્બરમાં રૂ.૨૯,૯૧૧ કરોડ રહ્યો હતો.
