
Gir Somnath Crime News: રાજ્યમાં શિક્ષણ જગતને હચમચાવી દેતી એક દુઃખદ ઘટના ગીર સોમનાથના કોડીનારમાં સામે આવી છે. અહીં ચૂંટણીલક્ષી કામગીરીના ભારણ અને તણાવને કારણે એક શિક્ષકે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. કોડીનારના દેવળી ગામના વતની અને છારા કન્યા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક અરવિંદભાઈ વાઢેરે જીવન ટૂંકાવ્યું છે. મૃતક પાસેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં તેમણે SIR (મતદાર યાદી સુધારણા કાર્યક્રમ) ની કામગીરીના તણાવનો ઉલ્લેખ કર્યો છે.
સ્યુસાઈડ નોટમાં કામગીરીના ભારણનો ઉલ્લેખ
