અમદાવાદમાં કુતરા કરડવાના કિસ્સાઓ હવે દિન પ્રતિદિન વધી રહ્યા છે. ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત શહેરના પાલડી વિસ્તારમાં BLO તરીકે કામ કરી રહેલા શિક્ષિકાને કૂતરું કરડવાની ઘટના બની છે. ચંદ્રનગર પાસે આવેલા પદ્માવતી નગર સોસાયટીમાં ફોર્મ વિતરણની કામગીરી માટે ગયા હતા ત્યારે અચાનક જ કૂતરું આવ્યું હતું અને સીધું તેમને થાપાના ભાગે કરડ્યું હતું. તાત્કાલિક તેઓને સારવાર માટે વીએસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને તેઓને રસી આપવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા કુતરા મામલે કાર્યવાહી કરવામાં આવે એવી માગ ઉઠી છે મહિલા ચંદ્રનગરમાં આવેલી સોસાયટીમાં ફોર્મ આપવા ગયા
મળતી માહિતી મુજબ શહેરના પાલડી વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલમાં નીલમબેન શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અંતર્ગત શિક્ષકોને બુથ લેવલ ઓફિસર (BLO)ની કામગીરી સોંપવામાં આવી છે. જે અંતર્ગત અલગ અલગ સ્કૂલોમાં શિક્ષકો ફોર્મ વિતરણ માટે જઈ રહ્યા છે. પાલડી વિસ્તારમાં ચંદ્રનગર પાસે આવેલા પદ્માવતી નગર સોસાયટીમાં નીલમબેન 19 નવેમ્બરના રોજ સવારના સમયે ફોર્મ વિતરણ કરવા માટે ગયા હતા. અચાનક જ સોસાયટીનું એક કૂતરું આવ્યું ને બચકું ભરી ગયું
સોસાયટીમાં ફોર્મ આપવા માટે ગયા અને જ્યારે તેઓ ઉભા હતા ત્યારે અચાનક જ સોસાયટીનું એક કૂતરું આવ્યું હતું અને નીલમબેન સમજે તે પહેલા જ કુતરાએ તેમના થાપાના ભાગે બચકું ભરી દાંત બેસાડી દીધા હતા. નીલમબેને બૂમાબૂમ કરતા સોસાયટીના લોકો ભેગા થઈ ગયા હતા. મહિલાને તાત્કાલિક વીએસ હોસ્પિટલમાં રસી આપવા લઈ જવાયા
દાંત બેસી ગયા હોવાના કારણે કૂતરું કરડવાથી રોગ ન થાય તેના માટે તેઓને તાત્કાલિક વીએસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને ધનુર અને કુતરાની રસી આપવામાં આવી હતી. પદ્માવતી નગર સોસાયટીમાં અગાઉ પણ બેથી ત્રણ લોકોને આ કૂતરું કરડ્યું છે. કુતરાના કારણે સ્થાનિક સોસાયટીના રહીશો પણ હેરાન પરેશાન થઈ ગયા છે, ત્યારે હવે આ કુતરાને પકડવા માટે થઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
SIRનું ફોર્મ આપવા ગયેલી BLO મહિલાને કુતરું કરડ્યું:પાલડીની એક સોસાયટીમાં મતદાર યાદી ફોર્મ આપવા ગયા ને અચાનક કુતરાએ આવી બચકું ભર્યું, ઇન્જેક્શન લેવાની ફરજ પડી
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
