
દોડીને પરીક્ષા પાસ કરી શકાય તેમ ન હોવાથી જામનગરમાં દોડની પરીક્ષા દરમિયાન એક ચીપ ઓછી રીડ થતાં ભાંડો ફૂટયો, ગોંડલના બેટાવડ ગામના બંને ઉમેદવારો સામે ગુનો
જામનગર, : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાલ પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષા માટે રનિંગની પરીક્ષા લેવાઈ રહી છે. જામનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે લેવાઈ રહેલી પરીક્ષામાં ગોંડલ એસઆરપી ગુ્રપ-૮ના જવાન અર્જુનસિંહ સખુભા જાડેજાએ પોતાનાથી દોડની પરીક્ષા પાસ કરી શકાય તેમ ન હોવાથી પોતાના જ ગોંડલના બેટાવડ ગામના ઉમેદવાર શિવભદ્રસિંહ દશરથસિંહ જાડેજાને પોતાના પગમાં બાંધવામાં આવેલી ચીપ આપી દીધી હતી. જોકે ભાંડો ફૂટતાં હવે બંને વિરૂધ્ધ જામનગર સિટી-બી-ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ પોલીસની ભરતી માટે પ હજાર મીટરની રનિંગ માટે રપ મિનિટનો ટાઈમ નક્કી કરવામાં આવ્યો છે.
