Surat News: બારડોલીમાં લક્ઝરી બસે અનેક લારીને મારી ટક્કર, ડ્રાઈવર અને ક્લિનરની ધરપકડ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

સુરત જિલ્લામાં બારડોલીના ધૂલીયા ચોકડી નજીક અકસ્માત સર્જાયો છે. એક બેફામ લક્ઝરી ચાલકે અનેક લારીઓને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. સંત કૃપા ટ્રાવેલ્સની લક્ઝરી બસે આ અકસ્માત સર્જ્યો હતો. આ મામલે પોલીસે બસચાલક અને ક્લિનરની કરી ધરપકડ છે. આ અકસ્માતની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.

બેફામ હંકારી જતા લક્ઝરી ચાલકે અનેક લારી ચાલકોને ટક્કર મારી

ઘટનાની મળતી માહિતી અનુસાર, બારડોલીમાં આવેલી ધૂલીયા ચોકડી નજીક અકસ્માતની ઘટના બની હતી. ધૂલીયા ચોકડી પરિશ્રમ પાર્ક સામે એક બેફામ હંકારી જતા લક્ઝરી ચાલકે અનેક લારી ચાલકોને ટક્કર મારી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. સંત કૃપા ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી બસ સાહદાથી સુરત તરફ જતી હતી. જે દરમિયાન આ દૂર્ઘટના થઈ હતી.

ધુલીયા ચોકડી પર વારંવાર અકસ્માત થાય છે

આ મામલે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને બસ ચાલક અને ક્લીનરને ઝડપી લીધા હતા. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ધુલીયા ચોકડી પર વારંવાર અકસ્માતો સર્જાતા હોય છે, તેમ છતા પોલીસ તંત્ર દ્વારા આ અંગે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. ટ્રાફિકની સમસ્યાને કારણે અનેક વખત અકસમતો થતા હોવાથી આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા લોકો માંગ કરી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *