Surat Rain News: ધોધમાર વરસાદે બારડોલીને ઘમરોળ્યું, મીંઢોળા નદી ગાંડીતૂર થતાં પુરની સ્થિતિ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

આજે સવારથી જ સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. બીજી તરફ ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે મીંઢોળા, પૂર્ણા અને કાવેરી નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. બારડોલીમાં ભારે વરસાદને કારણે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યાં છે. રામજી મંદિરથી હાઈવેને જોડતો પુલ બેરિકેટ કરીને બંધ કરી દેવાયો છે.

રામજી મંદિર બ્રિજથી હાઈવેને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા

બારડોલીમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાવાની સ્થિતિ છે. ભારે વરસાદને કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં છે. રામજી મંદિરથી હાઈવેને જોડતા માર્ગ પર પાણી ભરાઈ જતાં તકેદારીના ભાગ રૂપે પુલ બંધ કરી દેવાયો છે. પુલ બંધ કરી દેવાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ત્રણ કિ.મી સુધી ફરીને જવાની નોબત આવી છે. રામજી મંદિર બ્રિજથી હાઈવેને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે.

ખાડા વિસ્તારમાં અનેક મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયાં

સવારથી જ સુરતના બારડોલીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને કારણે મીંઢોળા નદીમાં પાણીની ભરપુર આવક થઈ છે. નવા નીર આવવાથી નદી તોફાની બની છે. વરસાદને કારણે નદીમાં પાણીનો પ્રવાહ વધતા ખાડા વિસ્તારમાં અનેક મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. મીંઢોળા નદીના પાણી બારડોલી કોર્ટ સામે ખાડા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. ખાડા વિસ્તારમાં મકાનો પાણીમાં ગરકાવ થતાં મોટુ નુકસાન પહોંચ્યું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *