
India vs USA | T20 World Cup Match: આજથી T20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત થઈ ચૂકી છે. ટૂર્નામેન્ટની પહેલી બંને મેચ રોમાંચક રહી. હવે આજે ટૂર્નામેન્ટની ત્રીજી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા (USA) વચ્ચે રમાઈ હતી. જેમાં ભારતની 29 રનથી જીત થઈ છે. USAએ ભારતીય ટીમ સામે ટી20 વર્લ્ડ કપ મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 161 રન બનાવ્યા છે.
