
T20 World Cup, India vs Namibia : T20 વર્લ્ડકપમાં આજે ભારતની નામિબિયાને સામે 93 રનથી જીત થઈ છે. ભારતે નિર્ધારીત 20 ઓવરમાં 9 વિકેટે 209 રન નોંધાવ્યા હતા, જેની સામે નામિબિયાની ટીમ માત્ર 116 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. આજની મેચમાં ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાએ વિસ્ફોટ બેટિંગ કરી હતી, તો વરૂણ ચક્રવર્તીએ પણ દમદાર બોલિંગ કરી હતી.
ઈશાન અને હાર્દિક પંડ્યાની અડધી સદી
ભારત તરફથી ઈશાન કિશને 24 બોલમાં 6 ફોર અને 5 સિક્સ સાથે 61 રનની વિસ્ફોટ ઈનિંગ રમી છે, તો હાર્દિક પંડ્યાએ 28 બોલમાં 4 ફોર અને 4 સિક્સ સાથે 52 રન નોંધાવી દમદાર બેટિંગ કરી છે.
