
UPSC CSE 2026 New Rules: સંઘ લોક સેવા આયોગ(UPSC) દ્વારા 4 ફેબ્રુઆરી, 2026ના રોજ સિવિલ સેવા પરીક્ષા(CSE) માટેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે આયોગે સેવા ફાળવણી અને ડિજિટલ સુરક્ષાને લઈને અત્યંત મહત્ત્વના અને કડક ફેરફારો કર્યા છે.
IPS માટે કડક જોગવાઈ: ફરી એ જ સેવાનો વિકલ્પ નહીં મળે
નવા નિયમો મુજબ, જે ઉમેદવારો અગાઉની પરીક્ષાના આધારે IAS અથવા IFS તરીકે નિયુક્ત થઈ ચૂક્યા છે, તેઓ CSE 2026ની પરીક્ષામાં બેસી શકશે નહીં.
