Vadodara News: ગોત્રી વિસ્તારના એક ઘરમાં રાખેલા ફટાકડામાં બ્લાસ્ટ થતા ભીષણ આગ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા જયરત્ન એપાર્ટમેન્ટમાં આજે એક ફ્લેટમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં સૌથી ગંભીર બાબત એ હતી કે જે સમયે આગ લાગી ત્યારે ઘરમાં ત્રણ માસૂમ બાળકો હાજર હતા. જોકે, ફાયર વિભાગની સમયસૂચકતાને કારણે મોટી હોનારત ટળી છે. આ ફ્લેટમાં ફટાકડાનો જથ્થો રાખવામાં આવ્યો હતો. કોઈ અકળ કારણોસર ફટાકડામાં વિસ્ફોટ થતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

ઘરમાં રાખેલા ફટાકડાના કારણે લાગી આગ

જોતજોતામાં આખા ઘરમાં કાળો ધુમાડો પ્રસરી ગયો હતો અને અંદર રમી રહેલા ત્રણ બાળકો ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ વડોદરા ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયરના જવાનોએ જીવના જોખમે ઘરમાં પ્રવેશ કરી, ધુમાડાના ગોટેગોટા વચ્ચે ગૂંગળાઈ રહેલા ત્રણેય બાળકોનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું.

ફાયર વિભાગે ફસાયેલા બાળકોનું રેસ્ક્યુ કર્યુ

બાળકોને હેમખેમ બહાર કાઢતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ તે વાલીઓ માટે મોટો બોધપાઠ છે. ઘરમાં જ્વલનશીલ પદાર્થો કે ફટાકડાનો સંગ્રહ કરવો જોખમી સાબિત થઈ શકે છે. બાળકોની હાજરીમાં આવી બેદરકારી ગંભીર દુર્ઘટનાને નિમંત્રણ આપી શકે છે. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો છે અને હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *