Valsad : ધમડાચી ગામે ટ્રક સાથે કારના ભયાનક અકસ્માતમાં મહિલાનું મોત, પિતા અને પુત્રીનો બચાવ

📅 Published: January 8, 2026 | 📂 Category: Uncategorized

વલસાડના ધમડાચી ગામે ગત મોડી સાંજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક કાર ટ્રક સાથે ટકરાઈ ભયાનક રૂપે નીચે ખાડામાં પડી હતી. ડિવાઇડર કુદીને આવેલા કન્ટેનરે કાર ચાલકને અડફેટ કરતાં અકસ્માત સર્જાયો હતો.

કારમાં સવાર એક મહિલાનું મોત થયું

આ અકસ્માતમાં કારમાં સવાર એક મહિલાનું મોત થયું હતું જ્યારે તેની પુત્રી અને પિતા ગંભીર ઈજાઓ થઇ હતી. બંનેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી

અકસ્માત પછી તરત જ સ્થાનિક લોકો સ્થળ પર ભેગા થયા અને ઘટનાની જાણ પોલીસને કરી. પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

ટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે કાર રસ્તાની નીચે ખાડામાં જઈ પડી ગઈ

સ્થાનિકોનું કહેવું છે કે ટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે કાર રસ્તાની નીચે ખાડામાં જઈ પડી ગઈ હતી, જેના કારણે અકસ્માતની ગંભીરતા વધી હતી. પોલીસ ઘટનાની વિગતવાર તપાસ કરી રહી છે.

આ પણ વાંચો—-  Gujarat Latest News Live : ગુજરાતમાં કડકતી ઠંડીનો ચમકારો, સૌથી ઓછુ નલીયામાં 7 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયુ

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *