Valsad: ધરમપુરના નડગધરી ગામે માર્ગ-મકાન વિભાગની પીકઅપ ગાડી પલટી, ડ્રાઈવર સહિત 3 ગંભીર ઈજાગ્રસ્ત

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલા નડગધરી ગામના ડુંગરાળ માર્ગ પર આજે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. માર્ગ અને મકાન વિભાગની કામગીરી પૂર્ણ કરીને પરત ફરી રહેલી પીકઅપ ગાડી પલટી જતાં તેમાં સવાર કર્મચારીઓ અને મજૂરોને ઈજાઓ પહોંચી છે.

માર્ગ અને મકાન વિભાગની ગાડીનો અકસ્માત

મળતી વિગતો અનુસાર, માર્ગ અને મકાન વિભાગની આ પીકઅપ ગાડી નડગધરી ગામના ડુંગરાળ રસ્તા પર સાઈડ એન્ગલ ફિટિંગની કામગીરી કરવા માટે ગઈ હતી. રસ્તાની સુરક્ષા માટેની એન્ગલો લગાવ્યા બાદ, જ્યારે ગાડી ડુંગર પરથી નીચે ઉતરી રહી હતી ત્યારે ચાલકે સંતુલન ગુમાવ્યું હતું અને ગાડી માર્ગ પર જ પલટી મારી ગઈ હતી.

ચાલકની હાલત ગંભીર

આ અકસ્માતમાં કુલ ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ છે. જેમની હાલત અત્યંત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. ગાડીમાં સવાર અન્ય બે શ્રમિકોને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી છે.અકસ્માત થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે ત્રણેય ઈજાગ્રસ્તોને વાહનમાંથી બહાર કાઢી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Jamnagar: વોર્ડ નં. 1 માં 48 ઝાડા-ઉલટીના કેસ સાથે કોલેરાના 3 પોઝિટિવ, તંત્ર દ્વારા 2700 ઘરોમાં સર્વે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *