Valsad : વાપીમાં ચાની લારી પાસે થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, હત્યા તેના જ મિત્રએ કરી હોવાનો ઘટસ્ફોટ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

વલસાડ જિલ્લાના વાપીમાં ભડક્યોરા ચાર રસ્તા નજીક ચાની લારી પાસેથી એક અજાણ્યા યુવકની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો જેમાં પોલીસે લાશનો કબજો મેળવી તપાસ શરૂ કરી હતી.પોલીસ તપાસમાં મૃતકની ઓળખ પંડિત તરીકે થઈ હતી. જે મજૂરી કામ કરતો હતો. પોલીસે મેળવેલ સીસીટીવી માં મૃતક પંડિત સાથે અન્ય એક ઈસમ દેખાઈ આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને આખ્રર પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

મૃતક સાથે દેખાતો યુવક તેનો જ મિત્ર મનીષસિંગ નીકળ્યો

પોલીસને હાથ લાગેલ સીસીટીવી માં મૃતક સાથે દેખાતો યુવક તેનો જ મિત્ર મનીષસિંગ નીકળ્યો પોલીસે મનીષ સિંગ ની ગણતરીનાં કલાકો માં ધરપકડ કરી લીધી હતી સમગ્ર ઘટનામાં તપાસ દરમિયાન બહાર આવ્યું કે મૃતક અને આરોપી બંને મિત્ર હતા અને રવિવારે રાત્રે જમતી વખતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં મૃતક પંડિતે આરોપી મનિષને લાતથી મારી દેતા અદાવત રાખી જમીને ભડક્યોરાથી જીઆઈડીસી તરફ જતી વખતે મનિષે પણ પંડિતને લાતથી મારતા તે પડી ગયો હતો. જે બાદ પેવરબ્લોક ઉચકીને પંડિતના માથામાં હુમલો કરી દીધો હતો બ્લોકથી માથામાં મારતાં તેનું મોત થયું હતું.

ફૂટપાથ પર રહી પોતાનું જીવન ગુજારતા હતા

મનિષસીંગ દિપકસિંગ ઉ.વ. 25 તપાસમાં આરોપીની ઓળખ વાપી ભડક્મોરા ફુટપાથ ઉપર રહે અને મૂળ બેરીયા જી. જોનપુર યુપી નો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનામાં મૃતક પંડિત અને આરોપી મનીષસિંહ બંને છેલ્લા ઘણા સમયથી સાથે રહેતા હતા છૂટક મજૂરી કામ કરતા હતા અને ભડકમોરાના આજુબાજુના વિસ્તારમાં ફૂટપાથ પર રહી પોતાનું જીવન ગુજારતા હતા બંને રોજ સાથે જમતા હતા. દમણ પણ જતા હતા ખાણીપીણી પણ સાથે કરતા હતા.

જમવા બાબતે બંનેની બોલાચાલી થયા બાદ હત્યા

ઘટનાના દિવસે બંને મિત્રો દમણ ગયા હતા ખાણીપીણી કરીને પરત ફર્યા હતા ત્યારે તેઓ ફરી ફૂટપાથ ઉપર બેઠા હતા ત્યાં જમવા બાબતે બંનેની બોલા ચાલી થઈ હતી અને એ માથાકૂટ બાદ આરોપી મને સિંગે પંડિતને માથામાં પથ્થર મારી તેની હત્યાને ત્યાંથી ભાગી છૂટ્યો હતો . આ બંનેની નજીક બાબતની માથાકૂટમાં થોડા જ વરસોની મિત્રતા તૂટી ગઈ હતી એક મિત્રને મોત મળ્યું તો બીજાને જેલ ભોગવવાનો વારો આવ્યો

બંનેને અન્ય મજૂરો જય અને વીરુની જોડી પણ કહેતા

મૃતક અને આરોપી બંને એક સાથે મજૂરી કામ કરવા માટે જતા હતા. આરોપીની હાઈટ ઓછી અને મૃતકની હાઈટ લાંબી હોવાથી આ બંનેને અન્ય મજૂરો જય અને વીરુની જોડી પણ કહેતા હતા. પરંતુ માત્ર જમવામાં થયેલી બોલાચાલીમાં બંનેની દોસ્તીનો અંત આવ્યો હતો.હાલ પોલીસે આરોપી આગળની કાર્યવાહી મનિષસિંહની ધરપકડ કરી તેની ધરવામાં આવી છે..

આ પણ વાંચો—-     Gujaratની રાજનીતિના મોટા સમાચાર, AAPમાંથી રાજીનામુ આપનારા રાજુ કરપડા જોડાશે ભાજપમાં? વાંચો શું કહ્યું


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *