Valsad News : વલસાડના યુવકે પંજાબની યુવતી સાથે દુષ્કર્મ આચરી સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
પંજાબ પોલીસે વલસાડમાંથી આરોપીની ધરપકડ કરી છે અને વીડિયો ઉતારી યુવતીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો, આરોપી તેજવંત સિંઘ સહિત અન્ય એક આરોપી ઝડપાયો છે. આ ગુનામાં પંજાબ પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી વલસાડમાંથી આરોપીની ધરપકડ કરી છે.

વલસાડના એક યુવકે પંજાબમાં એક યુવતી પર દુષ્કર્મ આચર્યું

આ ગુનામાં પંજાબ પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી વલસાડમાંથી આરોપીની ધરપકડ કરી છે અને આરોપીઓએ પીડિત યુવતીનો અશ્લીલ વીડિયો વલસાડ, વાપી અને પંજાબના ગુરુદ્વારાના મહિલાઓના સોશિયલ મીડિયા ગ્રુપમાં વાયરલ કર્યો હતો. આ કૃત્ય દ્વારા યુવતીને સામાજિક રીતે બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ભોગ બનનાર યુવતીના પરિવારે પંજાબના ઝીરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ કૃત્ય આચરવામાં એક આરોપી પંજાબનો પણ છે

પંજાબ પોલીસની ટેકનિકલ ટીમે તપાસ હાથ ધરતા એક આરોપી પંજાબમાંથી ઝડપ્યો છે અને અને બીજા આરોપી તેજવંત સિંગ વલસાડમાં હોવાનું સામે આવતા અહીં આવી બીજા આરોપીની પણ ધરપકડ કરી છે. વલસાડના મોગરાવાડી, તારાબાગ વિસ્તારમાં સ્વામિનારાયણ સ્કૂલ પાસે રહેતા સેજવન સિંગ નામના યુવકે પંજાબના અન્ય એક યુવક સાથે મળીને આ ગુનાને અંજામ આપ્યો હતો.
આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગરથી લોસ એન્જલસ, સુરેન્દ્રનગરની સરકારી વિશિષ્ટ દત્તક સંસ્થા દ્વારા પ્રથમવાર આંતરરાષ્ટ્રીય દત્તક વિધાન પ્રક્રિયા સંપન્ન

📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *