
Tejas Aircraft Crash: દુબઈ એર શો દરમિયાન શુક્રવારે(21 નવેમ્બર) ભારતનું સ્વદેશી ફાઇટર જેટ LCA તેજસ અચાનક ક્રેશ થઈ જતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટના ત્યાંના સ્થાનિક સમય અનુસાર બપોરે 2.10 વાગ્યે થઈ. હજારો દર્શકો દુબઈ એર શો દરમિયાન ત્યાં લડાકૂ વિમાનના કરતબ જોઈ રહ્યા હતા. તે દરમિયાન જ આ દુર્ઘટના સર્જાઈ હતી. ભારતીય વાયુસેનાએ દુબઈ એર શો દરમિયાન થયેલી તેજસ વિમાન દુર્ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
