
Gujarat-Rajasthan Traffic Violation : રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં ટ્રાફિક નિયમોના સરેઆમ ઉલ્લંઘનનો એક કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે, માત્ર 10 લોકોની ક્ષમતા ધરાવતી એક જીપમાં આશરે 90થી 100 જેટલા મુસાફરોને ઘેટા-બકરાની જેમ ભરવામાં આવ્યા છે. આ જીપ રાજસ્થાનથી ગુજરાત તરફ જઈ રહી હતી, ત્યારે કોઈએ તેનો વીડિયો ઉતારી લીધો હતો.
જીવના જોખમે મુસાફરી
વીડિયોમાં જીપની હાલત એવી છે કે, અંદર મુસાફરો એટલી હદે ખીચોખીચ ભરેલા છે કે ડ્રાઈવર પણ માંડ દેખાઈ રહ્યો છે.
