
Digital Arrest Scam : સાયબર ઠગાઇનો એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો દિલ્હીના પોશ વિસ્તાર ગ્રેટર કૈલાશમાંથી સામે આવ્યો છે. જ્યાં એક વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટ કરીને કરોડો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી છે. ડૉ. ઓમ તનેજા અને તેમના પત્ની ડૉ. ઇન્દિરા તનેજા બંને સંયુક્ત રાષ્ટ્રમાં(UN) વર્ષો સુધી નોકરી કરી. અમેરિકામાં લાંબી કારકિર્દી બાદ તેઓ 2016માં ભારત પરત ફર્યા અને દિલ્હીમાં શાંતિમય જીવન પસાર કરી રહ્યા હતા.
