Viral Video: અને મહિલાઓના બે જૂથ વચ્ચે થઈ ગઈ જોરદાર મારામારી, જુઓ Video

📅 Published: January 22, 2026 | 📂 Category: Uncategorized

સોશિયલ મીડિયા પર અવારનવાર વિચિત્ર વીડિયો વાયરલ થતા હોય છે, પરંતુ હાલમાં હરિયાણાના કરનાલનો એક વીડિયો ઇન્ટરનેટ પર ભારે ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં કેટલીક યુવતીઓ જાહેર રસ્તા પર એકબીજા સાથે એવી રીતે ભીડાઈ છે કે જોવા મળતા લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, પપ્પાની પરીઓ કોઈ પણ ડર વગર રસ્તા વચ્ચે એકબીજાના ચોટલા પકડીને જોરદાર મારામારી કરી રહી છે. આ લડાઈ એટલી ઉગ્ર હતી કે ક્યારેક એક યુવતી બીજી પર હાવી થતી તો ક્યારેક બીજી યુવતી વળતો પ્રહાર કરતી જોવા મળી હતી.

લોકો ‘પરીઓનું યુદ્ધ’ નિહાળવા બન્યા મજબૂર

આ વીડિયો કરનાલની આઈટીઆઈ (ITI)ની વિદ્યાર્થિનીઓનો હોવાનું કહેવાય છે. વિદ્યાર્થિનીઓ વચ્ચેની આ લડાઈને કારણે રસ્તા પર ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. રસ્તે ચાલતા લોકો પણ પોતાની ગાડીઓ ઉભી રાખીને આ ‘પરીઓનું યુદ્ધ’ નિહાળવા મજબૂર બન્યા હતા. કેટલાક લોકોએ લડાઈ છોડાવવાને બદલે મોબાઈલ કાઢીને વીડિયો ઉતારવાનું શરૂ કરી દીધું હતું, જેને કારણે આ ઘટના સોશિયલ મીડિયા પર મનોરંજનનું એક સાધન બની ગઈ છે. વીડિયો જોઈને એવું લાગે છે કે કોઈ અંગત અદાવત કે સામાન્ય બોલાચાલીએ આટલું હિંસક સ્વરૂપ ધારણ કર્યું હશે.

વાયરલ વીડિયો પર લોકોની મજેદાર પ્રતિક્રિયાઓ

સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ વીડિયો પર મજેદાર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોઈએ લખ્યું કે, “આ તો ઓલિમ્પિકની કુસ્તીની તૈયારી ચાલી રહી છે,” તો કોઈએ કટાક્ષ કરતા એવું પણ કહ્યું કે, “હમારી છોરીયાં છોરો સે કમ હૈ ક્યા…” જોકે કેટલાક લોકોએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જાહેર સ્થળોએ આ પ્રકારે યુવા પેઢીનું વર્તન સમાજ માટે યોગ્ય સંકેત નથી. હાલમાં આ વીડિયો એક્સ (X) અને ઇન્સ્ટાગ્રામ પર લાખો વ્યૂઝ મેળવી રહ્યો છે અને લોકોની ચર્ચાનો વિષય બન્યો છે.

નોંધ: આ વીડિયો @priyarajputlive નામના એકાઉન્ટ પરથી એક્સ(X) પર અપલોડ કરવામાં આવ્યો છે. તેમજ આ વાયરલ વીડિયોની સંદેશ ન્યૂઝ પુષ્ટિ કરતું નથી.

https://x.com/priyarajputlive/status/2013918685724057695

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *